મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસમત જીત્યા બાદ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે મહાવિકાસ અઘાડી ગઠબંધન પર મોટો પ્રહાર કર્યો હતો. તેમણે એ વાત પર નારાજગી વ્યક્ત કરી હતી કે, વોટિંગ દરમિયાન ED-EDના નારા લગાવામાં આવી રહ્યા હતા. વિધાનસભામાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, હા મહારાષ્ટ્રમાં ઈડીની મદદથી જ સરકાર બની છે. E એટલે એકનાથ શિંદે અને D એટલે દેવેન્દ્ર ફડણવીસ.

મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદેની સરકારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કરી લીધો છે. ફ્લોર ટેસ્ટ દરમિયાન, એકનાથ શિંદે સરકારની તરફેણમાં 164 મત પડ્યા હતા. વિરોધમાં 99 વોટ મળ્યા. મતદાન દરમિયાન, ઉદ્ધવ ઠાકરેને ઝટકો આપતા, તેમના બે ધારાસભ્યો (એક શિવસેના અને બીજા નાના પક્ષમાંથી) એ શિંટે સરકારની તરફેણમાં મતદાન કર્યું.
ઉદ્ધવ ઠાકરે કેમ્પના એક ધારાસભ્યએ એકનાથ શિંદેના સમર્થનમાં મતદાન કર્યું. જ્યારે શિવસેનાના ધારાસભ્ય સંતોષ બાંગરે શિંદે સરકારની તરફેણમાં મતદાન કર્યું ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યોએ ED-EDના નારા લગાવ્યા. શિવસેનાના ધારાસભ્ય સંતોષ બાંગરે શિંદે સરકારના સમર્થનમાં મતદાન કર્યું. સંતોષ બાંગર આજે ઉદ્ધવ ઠાકરેને છોડીને શિંદે જૂથમાં જોડાયા છે. થોડા દિવસો પહેલા ધારાસભ્ય સંતોષ બાંગરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં રડતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. પરંતુ આજે વિશ્વાસ મત દરમિયાન તેમણે શિંદેને મત આપ્યો હતો.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એવું પણ કહ્યું હતું કે, મેં કહ્યુ હતું કે, હું પાછો આવીશ, પણ મેં આવું કહ્યું તો લોકોએ મારી મજાક ઉડાવી. હું પાછો આવ્યો છું અને એકનાથ શિંદેને પણ લાવ્યો છું. હું એ લોકો સામે બદલો લઈશ નહીં, જેમણે મારી મજાક ઉડાવી છે. વિધાનસભામાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, હા મહારાષ્ટ્રમાં ઈડીની મદદથી જ સરકાર બની છે. E એટલે એકનાથ શિંદે અને D એટલે દેવેન્દ્ર ફડણવીસ.
દેવેન્દ્ર ફડણવીસે આગળ કહ્યું કે, 2019માં તેમના ગઠબંધનને સરકાર બનાવાના નંબર મળ્યા હતા, પણ તેમને સત્તાથી દૂર રાખવામાં આવ્યા, પણ હવે એકનાથ શિંદે સાથે અમે ફરી વાર શિવસેનાની સાથે સરકાર બનાવી છે. એક સાચ્ચા શિવસૈનિકને સીએમ બનાવ્યા છે. પાર્ટી કમાન્ડના કહેવા પર મેં ડેપ્યુટી સીએમનું પદ સંભાળ્યું છે.